ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમાન સિવિલ કોડની જરુરિયાત અને મૂલ્યાંકન કરવા માટે સમિતિનું ઘટન કરવાનું જાહેર કરેલ છે અને તેના અનુસંધાને નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રીમતી રંજના દેસાઈના અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ ઘડીને તેને તે કાર્ય સુપુર્ત કરેલ છે તેથી સદર સમિતિએ જાહેર અપીલ કરી રાજ્યના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સમાજીક જુથો અને સમુદાયો ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહીત ગુજરાત સ્થિત સંસ્થાઓએ મંતવ્ય રજુઆતો અને સુચનાઓ રજુ કરવા માટે જાહેર અપીલ કરેલ છે. તેથી તે અનુસંધાને નીચે મુજબ નમ્ર રજુઆત છે.
૧. ભારતના બંધારણના અનુચ્છેદ ૪૪ મુજબ રાજ્ય એટલે કે ભારત સરકારે ભારતના સંપૂર્ણ ક્ષેત્ર સમાન સિવિલ કોડ (યુ.સી.સી. ટુંકમાં) લાગુ કરવા માટે પ્રયત્ન કરવાની જોગવાઈ છે તેથી યુ.સી.સી. આખા ભારત દેશમાં લાગુ કરવી હોય તો કરી શકાય અને ફકત કોઈ એક રાજ્યમાં ન કરી શકાય. જેથી ફકત ગુજરાત રાજ્ય માટે યુ.સી.સી. લાગુ કરવુ ગેરબંધારણીય છે.
૨. ભારતના બંધારણની રચના અને ઘટન કરવાના ચર્ચા વિચારણામાં ડો. આંબેડકર સાહેબે
મુસ્લિમ સભ્યોને એવું આશ્વાસન આપેલ કે ભવિષ્યમાં ભારતના સંસદને અનુકુળ અને યોગ્ય લાગશે તો તેઓ યુ.સી.સી. લાગુ કરવા માટે કાયદો લાવશે અને તે કાયદો પણ મરજિયાત રહેશે અને ફરજિયાત રહેશે નહીં.
૩. ભારતના ૨૧માં લો-કમિશને ભારતના નાગરીકો પાસેથી તેમના મંતવ્ય મેળવ્યા બાદ રીપોર્ટ આપેલ છે કે આ તબક્કે ભારતમાં યુ.સી.સી. જરુરી અને ઈચ્છનીય નથી અને ત્યારબાદ, ૨૨માં લો-કમિશને પણ યુ.સી.સી. ની જરૂરિયાત મુદ્દે લોકોના મંતવ્યો મેળવ્યા છે અને તે પરત્વે કોઈ રીપોર્ટ પ્રસિધ્ધ કરેલ નથી.
૪. સાબિત થાય છે કે લો કમિશને પણ યુ.સી.સી.ની જરૂરિયાતવિષે કોઈ નિર્ણય લીધેલ નથી. ૫. કિમિટના ચેરમેન રંજના દેસાઈ સામે સખ઼ વાંધો છે કારણકે તેમણે ઉત્તરાખંડમાં સમાન
ધારા કમીટીનું નેતૃત્વ કરેલ અને જે રીતે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરેલ તે મુજબ ગુજરાતમાં પણ યેનકેન પ્રકારે લાગુ કરશે જ. એટલે તેમની સામે અમારી રજૂઆતનો કોઈ અર્થ નથી.
૬. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) ઉત્તરાખંડ સરકારે યુ.સી.સી. જરૂરિયાત અને તેનુ ઘટન કરી લાગુ કરવા માટે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રીમતી રંજના દેસાઈ અધ્યક્ષતામાં સમિતિનું ઘટન કરી તેની અમલવારી કરેલ છે. પરંતુ સદર યુ.સી.સી. કાયદો આદિવાસી જનજાતિઓને તે લાગુ કરેલ નથી.
૭. ત્યારબાદ હવે ગુજરાતની ભારત સરકારે પણ નામદાર સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી યુ.સી.સી.ની જરુરીયાત અને ઘટન કરવા કવાયત ચાલુ કરેલ છે.
૮. આમ ઉપરોકત હકીકતના અનુસંધાને અમારી રજુઆત છે કે ગુજરાતના ભાજપ સરકારની યુ.સી.સી. ની જરૂરિયાત અને ઘટન કરવા કવાયત ગેરબંધારણીય, દ્વેષ અને બદદાનત ભરેલી અને ફકત મુસ્લિમોને હેરાન સતાવવા કરવાના ઉદ્દેશથી કરેલ છે.
૯. તે સિવાય પણ ગુજરાત રાજ્યમાં યુ.સી.સી. કે તેવા કાયદા લાવવાની જરૂરિયાત વિષે પણ કોઈ સર્વે કે તપાસ કરવામાં આવેલ નથી તેથી તે પણ લો કમિશનના રીપોર્ટ વિરુદ્ધ છે. ૧૦.વધુમાં આવી યુ.સી.સી. કાયદાના કવાયતથી ભારતના બંધારણ મુજબ અમો મુસ્લિમોને ધર્મ પર અમલ કરવાની અનુચ્છેદ ૨૫, ૨૬, ૨૮ અને ૨૯ ની જે સ્વતંત્રતતા આપવામાં આવેલ છે તે બંધારણીય હક્કોનું ઉલ્લધંન થાય છે.
જેથી અમારી ભાર પૂર્વક અરજ છે કે સદર યુ.સી.સી. કાયદા માટેની કવાયત તાત્કાલિક રદ્દ કરવી જોઈએ અને તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.